નવી દિલ્હી: નવું વર્ષ એટલે કે પહેલી જાન્યુઆરી 2020થી જો રાતે 8 વાગ્યા બાદ સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (SBI) ના એટીએમ (ATM) થી વધુ પૈસા કાઢવા હોય તો મોબાઈલ ફોન જરૂર લઈ જજો, કારણ કે સ્ટેટ બેંક નવા વર્ષથી રાતે 8 વાગ્યાથી સવારે 8 વાગ્યા વચ્ચે ગ્રાહકો માટે એટીએમથી કેશ કાઢવા માટે વન ટાઈમ પાવર્ડ (OTP) જરૂરી કરવા જઈ રહી છે. જો કે આ શરત 10 હજાર રૂપિયા કરતા વધુ રકમ જો તમારે એટીએમમાંથી કાઢવી હોય તો જ લાગુ થઈ પડશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Alert: એક કરતા વધુ બેંકમાં એકાઉન્ટ હોય તો સાવધાન...થઈ શકે છે આ 6 મોટા નુકસાન


ડેબિટ  કાર્ડ એટીએમ મશીનમાં નાખો અને ત્યારબાદ અન્ય વિગતો ફીડ કર્યાં પછી તમારી પાસે ઓટીપી (OTP)  માંગશે. ઓટીપીને સ્ક્રિન પર એન્ટર કર્યા બાદ પૈસા કાઢી શકશો. સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (SBI) આ વ્યવસ્થા ખાતાધારકોના એટીએમના દુરુપયોગને રોકવા અને હિતોને બચાવવા માટે કરી રહી છે. જો કે એસબીઆઈ ગ્રાહકો જો કોઈ અન્ય બેંકના એટીએમમાંથી પૈસા કાઢશે તો ઓટીપીની જરૂર રહેશે નહીં. 


LICના ગ્રાહકો માટે મહત્વના સમાચાર, આ યોજના સાથે Aadhaar લિંક કરાવવું જરૂરી


એસબીઆઈની આ વ્યવસ્થા હાલ બેંકના પોતાના એટીએમ સુધી જ મર્યાદિત છે. ATMs ચલાવનારા નેશનલ ફાઈનાન્શિયલ સ્વિચમાં હજુ પણ આ પ્રકારની વ્યવસ્થા થઈ શકી નથી. 


જુઓ LIVE TV


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
-